HOMEOSTASIS- હોમીયોસ્ટેસીસ

હોમીયોસ્ટેસીસ એટલે એવુ મેકેનિઝમ એવી પ્રક્રિયા કે જેનાથી ઇન્ટર્નલ એન્વાર્નમેંટ ની કંસ્ટીસ્ટંસી જળવાય રહે. અહી ઇન્ટર્નલ એન્વાયર્નમેંટ એટલે માનવ શરીરની અંદરનું એન્વાયર્નમેંટ . આમાં ઇંટર્નલ એન્વાયર્નમેટને અસર કર્તા પરીબળો માં

  • તાપમાનનું રેગ્યુલેશન ,
  • ઇક્ષ્ટ્રા સેલ્યુલર ફ્લ્યુડનું વહન (ટ્રાંસ્પોર્ટ ) ,
  • પીએચ મેન્ટેન કરવું,
  • પાણી અને ઇલેક્ટ્રોલાઇટનું બેલેંસ કરવું .
  • ન્યુટ્રીઅંસ , ઓક્સીજન , એંજાઇમ્સ અને હોર્મોન સપ્લાય કરવું.
  • મેટાબોલીક વેસ્ટ અને અન્ય વેસ્ટ પ્રોડક્ટનું બોડીમાંથી રીમુવ કરવું
  • રીપ્રોડક્શન

હોમીયોસ્ટેસીસ માટે લીવીંગ મેમ્બ્રેન અગત્યનો રોલ ભજવે છે, ખાસ કરીને એવી લીવીંગ મેબ્રેન જેમાં વિવિધ પ્રકારની પર્મીએબીલીટી વાળી જેવી કે વેસ્ક્યુલર એન્ડોથિલિયમ અને સેલ મેબ્રેન .

હોમીયોસ્ટેટીક કંટ્રોલ સીસ્ટમ

હોમીયો સ્ટેસીસ એ ખુબ જ કોમ્પ્લેક્ષ – જટીલ પ્રક્રીયા છે. હોમીયોસ્ટેટિક કંટ્રોલ સિસ્ટમ બે રીતે કામ કરે છે :

  1. ફીડબેક મિકેનિઝમ
  2. અડેપ્ટીવ કંંટ્રોલ સિસ્ટમ

ફીડબેક મીકેનિઝમ સિસ્ટમ ને બે ભાગમાં વહેંચી શકીયે એક નેગેટીવ ફીડબ્બેક મિકેનિઝમ અને બિજુ પોઝિટીવ ફીડબેક મેકેનિઝમ સિસ્ટમ

નેગેટીવ ફીડબ્બેક મિકેનિઝમ

માનવ શરીરની મોટા ભાગાની કંટ્રોલ સિસ્ટમ નેગેટીવ ફીડબેક મિકેનિઝમ સિસ્ટમ થી કામ કરે છે.

સરળ ભાષામાં સમજીયે તો શરીરની કોઇ ખાસ પ્ર્ક્રીયાની એક્ટીવીટી વધે તો કંટ્રોલ સિસ્ટમ નેગેટીવ ફીડબેક શરૂ કરી દે જેથી એવી ઘટાના / ક્રિયાઓ શરુ થઇ જાય કે જેથી તે ખાસ પ્ર્ક્રીયાની એક્ટીવીટી પાછી નોર્મલ થવા લાગે છે.

ઉદહરણ તરીકે જ્યારે શરીરમાં બ્લડ પ્રેશર અચાનક વધે ત્યારે કન્ટ્રોલ સિસ્ટમ એવા રીએક્શન શરુ કરે છે જેથી બ્લડ પ્રેશર ઓછુ થવા માંડે અને નોર્મલ લેવલ પર આવી જાય . બીજુ ઉદાહરન લઇએ તો જ્યારે શરીરમાં થાયઓક્સિન સેક્રેશન વધે છે ત્યારે કંટ્રોલ સિસ્ટમ થાયરોડ સ્ટીમ્યુલેટીંગ હોર્મોન પેટ્યુટરી માંથી સેક્રેશન ને ઇન્હીબીટ (કમ) કરે છે.

પોઝિટીવ ફીડબ્બેક મિકેનિઝમ

પોઝીટીવ ફીડ બેક મિકેનિઝમ ને ઘણીવાર વિસિયસ સર્કલ કહેવામાં આવે છે. મોટાભાગે તે શરીર ને નુકશાન પહોચાડે છે. ક્યારેક તો મૃત્યુનું પણ કારણ બને છે. ઉદાહરણ તરીકે વ્યક્તીનુ અચાનક વાગે અને 2 લીટર લોહી વહી જાય તો તેના પરિનામે પોઝિટીવ ફીડબેક મીકેનિઝમ શરૂ થઇ જાય છે જેના કારણે લોહી વહી જવાના કારણે શરીમાંથી લોહી ઓછુ થવા ના કરણે બ્લ્ડ પ્રેશર ઓછુ થાય છે જેના કારણે હ્રદયના મસલમાં પણ બ્લડ ઓછુ પહોચે છે જેના કારણે હ્રદય વધારે બ્લડ સપ્લાય કરી શક્તુ નથી જેના બ્લડ પ્રેશર અત્યંત ઓછુ થવા લાગે છે અને છેવટે મૃત્યુ થઇ શકે છે. જોકે ક્યારેક આવા કીસ્સામાં નેગેટીવ ફીડ બેક લૂપ પણ જો શરુ થયેલ હોય તો તે પણ અસર કરી પોજીટીવ ફીડબેક લૂપને ખતમ કરી શકે છે.

કેટલાક કિસ્સામાં પોઝીટીવ ફીડ બેક લૂપ ઉપયોગી હોય છે જેમ કે વેસલ ના રપ્ચર થાય તો થ્રોમ્બીન ફોર્મેશન ના પોજીટીવ ફીડબેક મિકેનિકઝમ ને કારણે જ ક્લોટ ફોર્મેશન શક્ય બને છે. બીજુ ઉદાહરણ લઇએ તો યુટરીન કોંટ્રાક્શનના પોઝીટીવ ફીડ બેક ફીડબેક ને કરણે જ ચાઇલ્ડ બર્થ થાય છે.

અડેપ્ટીવ કંટ્રોલ સિસ્ટમ

અડેપ્ટીવ્વ કંટ્રોલ સિસ્ટમ ને એક પ્રકારનું ડીલે ટાઇપનું નેગેટીવ ફીડબેક મેકેનિઝમ કહી શકાય. અડેપ્ટીવ્વ કંટ્રોલ સિસ્ટમ માં એક્શન સાથે ફીદ બેક કરેક્શન કરતાં રહેવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *