માનવ ના 206 હાડકા (બોન) પૈકી 64 બોન અપર લીમ્બ માં હોય છે. ડાબી બાજુ 32 બોન અને જમની બાજુ 32 બોન એમ બે બાજુ સરખા પ્રકારના બોન હોય છે. બન્ને બાજુ ક્લેવિકલ, સ્કેપ્યુલા, હ્યુમરસ, રેડીયસ, અલ્ના, કાર્પલ બોન, મેટા કાર્પલ બોન અને ફેલેંજીસ હોય છે
ક્લેવિકલ -CLAVICLE



ક્લેવિકલ એ લોંગ બોન – (લાંબુ હાડકુ) પ્રકારનું હાડકુ છે. એના ખભાના સપોર્ટને કારણે હાથ શરીરના મુખ્ય ભાગથી દુર ફ્રીલી મુવમેન્ટ કરી શકે છે. ક્લેવિકલ હાથાના વજનને સ્ટર્નમ પર ટ્રાંસ્મીટ કરે છે. ક્લેવીકલના વચ્ચેનો મુખ્ય ભાગને શાફ્ટ કહેવામાં આવે છે અને બે છેડાના ભાગ લેટરલ અને મીડીઅલ હોય છે.shaft ને વધુ અભ્યાસ માટે બે ભાગમાં વહેચવામાં આવે છે. લેટરલ વન થર્ડ ( એક તૃતિયાંશ ) અને મીડીયલ ટુ થર્ડ ( બે તૃતિયાંશ).
clevicle bone – ક્લેવીકલ બોન ની વિશિષ્ટતાઓ
- ક્લેવીકલ બોન એક માત્ર લોંગ બોન છે કે જે હોરિજોન્ટલ આવેલું છે.
- ક્લેવીકલ બોન સબ ક્યુટેનિયસ છે.
- ક્લેવીકલ બોન એ પ્ર્થમ બોન છે ઓસીફાય થવાનુ શરુ થાય છે.
- ક્લેવીકલ એક માત્ર લોંગ બોન છે જે મેબ્રેનમાં ઓસીફાય થાય છે.
- ક્લેવીકલ એક માત્ર લોંગ બોન છે જે ને બે પ્રાયમરી ઓસીફીકેશન ના સેન્ટર છે.
- કલેવીકલ બોન ને મિડલ સુપ્રાક્લેવિકુલર નર્વ પીઅર્સ કરે છે ( છેદે છે).
- ક્લેલેવિકલ બોન લેટરલર વન થર્ડ (એક તૃતિયાંશ) પર અપર લીંબ નુ વજન આવે છે જે વજન તે ક્લેવીકલ બોન ના મીડલ ટુ થર્ડ ( બે તૃતિયાંશ ) વડે એક્ષીઅલ સ્કેલેટન પર ટ્રાન્સ્મીટ કરે છે.
ક્લેવિકલ બોન નો જાતી (Sex) નક્કી કરવામાં રોલ
જ્યારે ફક્ત હાડપિજર (હુમન સ્કેલેટન -Human Skeletal) ના આધારે જાતી નક્કી કરવાનું થાય ( જેમ કે મુવીઝ માં બતાવે છે કે પોલીસ ને દટાયેલું હાડપીંજર મળે અને ફેરેંસીક ના રીપોર્ટ માં આવે કે આ હાડ પીંજર મહીલા નુ છે કે પુરુષનું ) તેવા કીસ્સામાં ક્લેવીકલ બોન પણ ઉપયોગી સાબીત થાય છે.
મહીલાઓમાં ક્લેવીકલ બોન પુરુષની સરખામણીમા ટુંકુ , હલકું, પાતળું, સ્મુધ, અને ઓછા કર્વ વાળું હોય છે. મીડ શાફ્ટનું સરકંફરાન્સ અને વજન જાતી ઓળખવામાં મહત્વનો ભાગ ભજવે છે.
મહિલાઓમાં ક્લેવીકલનો લેટરલ એન્ડ એ મીડીઅલ એન્ડ કરતા સહેજ નીચે હોય છે. જ્યારે પુરુષોમાં લેટરલ એન્ડ એ મીડીઅલ એન્ડ કરતા સહેજ ઉપર અથવા સરખા લેવલ પર હોય છે.


