અપર લીમ્બ અને લોવર લીમ્બ

માનવ શરીરના અપર લીમ્બ એટલે હાથ અને ખભો અને લોવર લીમ્બ એટલે પગ તે ઇવોલ્યુશન ના શરૂઆતમાં મુખ્ય રોલ શરીરના વજનને ઉચકવાનો હતો અને એક જગ્યા થી બીજા જગ્યાએ સ્થળાંતર કરવાનો હતો. જે આજ ના યુગના પણ બીજા એનિમલમાં જોવા મળે જેમ કે ગાય કુતરાઓ વિગેરે ને લીમ્બ ના રૂપમાં ચાર પગ હોય છે. માનવ ને ઉત્ક્રાંતીમાં ક્વાવાડ્રુપે ડ્સ એટલે ચાર પગ ની જગ્યા એ બાય પેડલ બન્યા ત્યારે અપરલીમ્બ જે અગાઉ પગની જેમ કામ કરતા હતા તે ફ્રી થઇ ગયા. જેના કારણે તે અન્ય રીતે ઉપયોગમાં આવતા ગયા જેના માનવ શરીર માટે ખુબ ઉપયોગી કામ થતા ગયા.આ કારણે જ એનિમલ કિંગડમ માં માનસ માસ્ટર મેનિપ્યુટેર બની શક્યો.

અપર લીમ્બ અને લોવર લીમ્બ વચ્ચે ઘણીબધી સામ્યતા હોય છે. દરેક લીમ્બ માં એક બેસલ સેગમેંટ / ગ્રીડલ હોય છે. અને ત્રણ ભાગ માં વીભાજિત ફ્રી પાર્ટ હોય છે. આ ફ્રી પાર્ટ જે ત્રણ ભાગમાં વિભાજિત હોય છે તેને (1) પ્રોક્ષીમલ (2) મીડલ અને (3) ડીસ્ટલ સેગમેંટ કહેવામાં આવે છે.

આમાં જે ગ્રીડલ હોય છે તે લીમ્બને એક્ષીઅલ સ્કેલેટન ( શરીરનો મુખ્ય મધ્ય ભાગ ‌‌)સાથે જોડે છે. અને ડીસ્ટલ સેગમેન્ટમાં પાંચ ડીઝીટ હોય છે.

અપર લીમ્બ ના પાર્ટ્સ ( ભાગ)

અપર લીમ્બને ચાર ભાગ હોય છે :

  1. શોલ્ડર રીજીયન – ખભાનો ભાગ
  2. આર્મ – બ્રાંકિયમ
  3. ફોર આર્મ – એન્ટી બ્રાંકીયમ
  4. હેંડ – મેનુસ

શોલ્ડર રીજીયન – ખભાનો ભાગ

શોલ્ડર રીજીયન માં ત્રણ ભાગમાં વહેંચી (અ) પેક્ટોરલ / બ્રેસ્ટ રીજીયન જે છાતીનો આગળનો ભાગ હોય છે. (બ) એક્ષીલા કે આર્મપીટ (ક) સ્કેપ્યુલર રીજીયન જે ખભાના પાછળના ભાગ સ્કેપ્યુલા હાડકા ની આસપાસ હોય છે.

સોલ્ડર ગ્રીડલના હાડકા બે છે: (1) ક્લેવીકલ (2) સ્કેપ્યુલા

ક્લેવીકલ હાડકુ એક્ષીઅલ સ્કેલેટન સાથે સ્ટર્નો ક્લેવીક્યુલર જોઇટ બનાવે છે . જ્યારે સ્કેપ્યુલા હાડકુ એક્ષીઅલ સ્કેલેટન સાથે કોઇ જોઇન્ટ બનાવતુ નથી પરંતુ મસલના જોરે ટકી રહે છે જે થી તે હરતુ ફરતું સ્થિતિસ્થાપક – મોબાઇલ છે. ક્લેવીકલ અને સ્કેપ્યુલા એક બીજાસાથે જોડાઇને (આર્ટીક્યુલેટ થી) એક્રોમીયોક્લ્વેવીક્યુલર જોઇન્ટ બનાવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *